Thursday, March 3, 2016

EDUCATION INNOVATION FARE નું પરીણામ: ડાંગના સુબીર તાલુકાની બીજુરપાડા પ્રા.શાળાના મુખ્ય શિક્ષકશ્રી મુકેશભાઇ ચૌધરીની રાજ્યકક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેર માટે પસંદગી થઇ છે.

         ડાંગના સુબીર તાલુકાની બીજુરપાડા પ્રા.શાળાના મુખ્ય શિક્ષકશ્રી મુકેશભાઇ ચૌધરીની રાજ્યકક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેર માટે પસંદગી થઇ છે.
      ડાંગ જિલ્લાનો  એજ્યુકેશન ઇનોવેશન ફેર-2016માં  DIET વઘઇ ખાતે 38 જેટલા શિક્ષકોએ પ્રતિભાના ગુણવત્તાવાળી ઈનોવેટિવ કામગીરી બાબતે રજુઆત કરી હતી. આ  એજ્યુકેશન ઇનોવેશન ફેરમાં ડાંગ જિલ્લાની 1થી 8 ની તમામ શાળામાંથી એક શિક્ષક તેમજ તમામ BRC, તમામ CRC,  DIET  ના અધ્યાપકો, પદાધિકારીઓ, જિલ્લા શિક્ષક સંઘના હોદ્દેદારોએ ઈનોવેટિવ પ્રવૃતિઓનો અભ્યાસ કર્યો હતો. તેઓના ફિડબેકના આધારે જિલ્લાના એજ્યુકેશન ઇનોવેશન ફેરમાંથી "ભૌમિતિક લેપટોપ" કૃતિ રાજ્યના  એજ્યુકેશન ઇનોવેશન ફેર માટે    ડાંગના સુબીર તાલુકાની બીજુરપાડા પ્રા.શાળાના મુખ્ય શિક્ષકશ્રી મુકેશભાઇ ચૌધરીની પસંદગી થઇ છે.



No comments:

Post a Comment